કોળી પટેલ સમાજ પ્રાચીનકાળથીજ અસ્તિત્વ ધરાવતો આવ્યો છે. ભારતમાંજ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં કોળી સમાજ બહોળી વસ્તી ઘરાવે છે.
દક્ષિણ ગુજરાત પ્રદેશમાં કોળી સમાજની વિશાળ વસ્તી છે, કફત દક્ષિણ ગુજરાતમાંજ નહિ પરંતુ સમસ્ત રાજ્યના ખુણેખુણે કોળી જ્ઞાતિ વિસ્તરેલી
છે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત – બક્ષીપંચમાં સમાવિષ્ટ કોળી પટેલ સમાજ પરાક્રમ અને પરિશ્રમના પ્રેરક બળે સ્વપ્રયત્ને પ્રગતિના પંથે પ્રયાણ
કરી ધીરે ધીરે આર્થીક, સામાજિક, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધી અગ્રેસર બની રહ્યો છે. આમ આ સમાજ કુશળ અને
અનુભવી ડોક્ટર્સ, એન્જીનિયર્સ, વકીલો, પ્રોફેસર્સ, શિક્ષકો, ટેકનીશ્યનો તેમજ ઉદ્યોગસાહસિકોથી વઘુને વધુ વિભૂષિત બની રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના કોળી સમાજે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે, તેમ છતાં સમાજમાં કેટલાક કુરીતીઓ હજીયે પ્રવર્તમાન છે જેને સમાજે સાથે મળી દુર કરવી
રહી. સમાજે ઘણા ક્ષેત્રોએ પ્રગતી કરી હોવા છતાં વૈચારિક પ્રગતિ હજુ થોડી ઓછી થઇ છે. જેને દુર કરવા સમાજના દરેક વ્યક્તિઓએ સાથે મળી
સમાજના હિતમાં કાર્ય કરવું પડશે.
દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ દ્વારા શક્ય એવી પ્રવૃતિઓ જેમકે સમૂહ લગ્નો ગોઠવવા, આર્થીક રીતે નબળા વર્ગ માટે માધ્યમિક શાળા, સાંસ્કૃતિક
પ્રવૃતિઓ, તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ, વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓનું સન્માન, યુવા વર્ગને જોડવા માટે રમત ગમતની પ્રવૃતિઓ, તેજસ્વી
વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસ માટે આર્થીક સહાય કરવી વિગેરે પ્રવૃતિઓ કરવામાં આવે છે. સમાજ હિતની પ્રવૃતિઓ કરવા માટે મંડળ ની “દક્ષિણ
વિભાગ કોળી સમાજ મંડળ, (ઉદવાડા આર. એસ.)” ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે વલસાડ વિભાગની સાર્વજનિક ટ્રસ્ટ નોંધણી કચેરીમાં સાર્વજનિક ટ્રસ્ટ
રજીસ્ટર નંબર: અફ.૯૬/વલસાડ અને નોંઘણી નંબર: ગુજરાત ૪૨/વલસાડ વડે નોંઘણી થઇ.
દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળની વેબસાઈટ બનાવવાનો મુખ્ય ઉદેશ્ય સમાજના તમામ વ્યક્તિઓ સાથે મળી, એક બીજા સાથે પરિચય કેળવી
અને પરસ્પર સહકાર સાધી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ સાધે અને તે માટે ઈન્ટરનેટના માધ્યમનો બહોળો ઉપયોગ કરે તેમજ વિચારોનું
અદાન પ્રદાન કરીને સમાજની તમામ માહિતી સમાજના છેવાડા સુધી રહેતા દરેક જ્ઞાતીબંઘુ સુધી પહોચાડવાનો છે.